5. ध्वनि સંપ્રદાય. 6. ઓચિંત્ય સંપ્રદાય
SCHOOL
|
Thinkers
|
Texts
|
Rasa
|
Bharara
Dhanika Dhananjaya
|
Natyasastra.
Dasarupaka.
|
Alankar
|
Bhamaha
Dandin
Udhata
Rudrata
|
Kavyalankara.
Kavyadarsa.
Kavyalankarasarasamgraha
Kavyalankara.
|
Riti
|
Vamana
|
KavyalankaraKavyalankarasutra.
|
Dhvani
|
Anandavardhana
Abhinavagupta
Mahimabhatta
|
Dhvanyaloka.
Abhinavabharati and Locana.
Vayaktiviveka.
|
vakrokti
|
Kuntaka
|
Vakroktijivita.
|
Guna - Dosa
|
Dandin
Also
Bhamaha
|
Kavyadarsa.
KavyalamkaraAucityavicaracara.
|
Aucitya
|
Ksemendra
|
|
1. રસ સંપ્રદાય :
રસને જ કાવ્યનો આત્મા માંનનારી પરંપરાને રસ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય ભરતમુનિ તેના પુરસ્કર્તા છે. તેમને નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથ ના છઠ્ઠા અધ્યાયમાં રસની ચર્ચા કરી છે. આ રસ સિદ્ધાંત તેમને માત્ર નાટ્ય માટે જ આપ્યો એવું નથી પરંતુ રૂપક અનુસાર સંપૂર્ણ કાવ્યશાસ્ત્રી ની ચર્ચા કરી છે. તેઓ કહે છે કે रसप्राणों ही नाट्यविधि।એટલે કે રસ એ જ કાવ્યનું પ્રાણતત્ત્વ છે ભરતમુનિ 8 રસને સ્વીકારે છે નવ રસની સ્વીકૃતિ ભરતમુનિ પછી કરવામાં આવી છે. ભરતમુનિ નાટ્યમાં શાંતરસ ને સ્વીકારતા નથી. ભરતમુનિ રસ ને વ્યાખ્યાયિત કરતાં કહે છે કે
विગभवानुभावव्यभिचारीसंयोगद रसनिष्पत्तिः।
ભરતમુનિનુ આ સૂત્ર સાહિત્ય સંપ્રદાયમાં ઘણું અગત્યનું છે કારણ કે રસ થકી જ કાવ્ય જીવંતતા ને પામે છે આદિ કાવ્ય રામાયણમાં પણ વાલ્મીકિ નો લોક બનીને પ્રગટ થયો છે એટલે કે થાય ભાવ વિભાગ વ્યક્તિની અંદર પ્રથમથી જ પડેલો હોય છે ફક્ત એક ઉદ્દીપક થી બહાર આવે છે માટે જ વિશ્વનાથ પણ કહે છે કે
वाक्यम रसात्मकं कावयम ।
2. અલંકાર સંપ્રદાય :
કાવ્યશાસ્ત્રના પ્રારંભિક યુગના કવિઓ કાવ્યમાં અલંકાર નું મહત્વ ઘણું દર્શાવે છે. આચાર્ય ભામહ આ સંપ્રદાયના પ્રણેતા છે. આ સિવાય દંડી, રુદ્રટ, વિશ્વનાથ વગેરે અલંકારવાદી આચાર્યો છે. ભામહ દર્શાવે છે કે અલંકાર જ કાવ્ય નો પ્રાણ તત્વ છે કારણ કે કાવ્ય ગમે તેટલું સુંદર હોય તો પણ અલંકાર વગર શોભતું નથી તેના માટે ભામા કહે છે કે જેમ સ્ત્રીનું મુખ ગમે તેટલું સુંદર હોય તો પણ અલંકાર વગર શોભતું નથી તેનું કાવ્ય પણ અલંકાર વગર શોભાયમાન થતું નથી શબ્દાલંકાર અને અર્થાલંકાર બંનેના મહત્વને સ્વીકારે છે, તો વળી રસવત અલંકાર ને પણ સ્વીકારે છે. આચાર્ય મમ્મટ અલંકારવાદી આચાર્ય છે, જ પરંતુ અલંકાર ની અનિવાર્યતા કાવ્યમાં છે જ એવું નથી એટલે કે ક્યારેક અલંકાર ન હોય તો પણ ચાલી શકે અલંકારો તો કાવ્યની શોભા વધારનારા ધર્મ કે ગુણો છે. આથી મમ્મટ કહે છે કે,
अनडुकुति पुनः कयापि।
ક્યારેક અલંકાર ન હોય તો પણ ચાલે. માટે અહીં કાવ્યના આત્મતત્ત્વ તરિકે અલંકાર ગણી શકાય નહીં એવું મમ્મટ સિવકારે છે.
અલંકાર ના પ્રકારો
ઉપમા અલંકાર
ઉત્પ્રેક્ષા અલંકાર
શ્ર્લેશ અલંકાર
રૂપક અલંકાર
અપુહનતિ અલંકાર
વિભાવના અલંકાર
વિશેષયોકિત અલંકાર
साधम्यॅमुपमा भेदे ।
અથૉત ભેદ હોવા છતા સાધમ્યૅ હોય તેને ઉપમા અલંકાર કહેવાય છે.
ઉદાહરણ તરીકે
दमयन्तयाः मुखं चंद्र इव सुन्दरं अस्ति।
અથાૅત દમયંતી નુ મુખ ચંદૃ જેવુ સુંદર છે. ઈવ એ ઉપમા પ્રતિપાદક શબ્દ છે.
3. રીતિ સંપ્રદાય - વામનમુનિ
આઠમી સદીમાં થયેલા આચાર્ય વામન રીતિ સંપ્રદાયના પુરસ્કર્તા છે. તેમણે काव्यालंकार सुत्रवुति નામનો ગ્રંથ આપ્યો છે. જે રીતિ સંપ્રદાયને પરિપોષે છે. રીતિ વિશે વાત કરતાં વામન કહે છે કે, रीतिरातमा काव्यसय।એટલે કે રીતિ કાવ્યનો આત્મા છે. તેઓ આગળ વધારતા રીતિને વ્યાખ્યાયિત કરતાં કહે છે કે, विशिष्टपदरचना रीतिः। विशेषो विशेषो गुणात्मा। એટલે કે વિશિષ્ટ પદરચના એ રીતિ છે. અને રીતિએ ગુણનુ વિશિષ્ટ સ્વરૂપ છે. વામનાચાર્ય વૈદેભી, ગૌંડી અને પાંચાલી એ ત્રણ મુખ્ય રીતિ તરીકે સ્વીકારે છે. અને લાઠી તેમજ માગધીને ગૌણ તરીકે સ્વીકારે છે. ભામનાઆચાર્ય અલંકાર ની અપેક્ષા એ રીતિ ને મહત્વ આપે છે. અને રીતિ અંતર્ગત ગુણ જ મુખ્ય છે. એ સ્વીકારે છે કે અલંકાર ને કાવ્યના બહિરંગ સાથે સંબંધ છે. જ્યારે રીતિને અંતરંગ સાથે સંબંધ છે. આથી કાવ્યમાં તેનું મહત્વ ઉત્કૃષ્ટ છે. એવું વામન માને છે.
4. વક્રોક્તિસંપ્રદાય
આચાર્ય કુંતક આ સંપ્રદાયના પ્રણેતા છે. તેમને.कतिजीवितम નામનો ગંથ સાહિત્ય શાસ્ત્રને આપ્યો છે. તે કહે છે કે કાવ્યમાં છે કંઈ અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે . તે રોજબરોજની ક્રિયાઓ કે બિહારની જેમ સીધો પ્રગટ કરવામાં આવતો નથી કાવ્યને ચમત્કૃતિ જનક બનાવવા માટે વક્રોક્તિ અનિવાર્ય તત્વ છે. પરંતુ કુંતક કહે છે કે જો વક્રોક્તિ અલંકાર જ હોય આચાર્ય એક અલંકાર જ ગમે છે પરંતુ કોણ કહે છે કે ક્રોક્તિ નામના alaga સંપ્રદાયની આવશ્યકતા નથી આમ આચાર્ય કુન્દ કાવ્ય તત્વ તરીકે વપરાતી સ્વીકારે છે
5.ધ્વનિસંપ્રદાય આચાર્ય આનંદવધૅન
ધ્વનિસંપપ્રદાયના પુરસ્કર્તા આચાર્ય આનંદવધૅન છે. તેમને ધ્વન્યાલોકમાં ધ્વનિ વિષયક ચર્ચા કરી છે. કાવ્યશાસ્ત્રના ઇતિહાસમાં આ સંપ્રદાયનું મહત્વ ખૂબ વિશેષ રહેલું છે. આનંદવર્ધન કહે છે કે काव्यास्यात्मा ध्वनि।એટલે કે ધ્વનિ જ કાવ્ય નો આત્મા છે. ધ્વની સંપ્રદાયના અન્વયો માને છે કે શબ્દ, અર્થ, ગુણ અલંકાર વગેરે બાહ્યય તત્વ છે. જ્યારે ધ્વની અંતરંગ તત્વ છે. જેમ લાવણ્યમયી યુવતી મા લાવ્ણય મનને પ્રસન્ન કરે છે. પણ આ લાવ્ણય શું છે? તે સમજી શકાતું નથી. જે જુદા જુદા તત્વથી નિરપેક્ષ એવું કોઈ તત્વ છે. તેજ ધ્વનિ છે. મહાકવિની વાણીમાં રહેલુ વિલક્ષી તત્વ તે જ ધ્વનિ છે. ધ્વનિ એ પ્રતિયમાન અથૅથી વ્યક્ત થાય છે. અને તેને જ કાવ્યમાં ઇષ્ટ મનાયો છે. આ પ્રતિયમાન અથૅ જ રસ તરીકે ધ્વનિ રૂપે પ્રગટે થાય છે. જે વાક્યાથૅથી તદૃન ભિન્ન છે અને તેને કાવ્યપ્રકાશ બાદ મમ્મટે પણ સ્વીકાયૅ છે.
શબ્દની ત્રણ શક્તિઓ
શક્તિ. શબ્દ. અથૅ
અભિધા વાચક વાચ્યાથૅ
લક્ષણા લક્ષક લક્ષયાથૅ
વ્યંજના વ્યંજક વ્યંગ્યાથૅ
1. અભિધા :
વાચક શબ્દ અભિધા દ્વારા મુખ્યાથૅ આપે છે. સામાન્ય રીતે રોજબરોજના વ્યવહારમાં આપણે જે અર્થ વ્યક્ત કરતા હોય તેને માટે સમર્થ શબ્દનો પ્રયોગ સીધો કરતા હોઈએ છીએ જેમકે આ મારા પપ્પા છે અહીં શબ્દનો અર્થ સીધે સીધો જ મળે છે માટે તે શબ્દની અભિધા શક્તિ છે.
2. લક્ષણા
કેટલાક વ્યવહાર માં રૂઢીને કારણે એવા શબ્દ પ્રયોગ કરીએ છીએ કે જેનો અર્થ તેના મુખ્ય અર્થ કરતા જુદો જ નીકળતો હોય દાખલા તરીકે મારુ ઘર સ્ટેશન પર છે. આ વાક્યનો સીધો અર્થ ઘર પર સ્ટેશન પર હોવાનો છે. પરંતુ વ્યવહારમાં સ્ટેશન પર કોઈનું ઘર સંભવી શકે નહીં પરિણામે પરંપરા અથવા રૂઢીથી આપણે તેનો અર્થ સ્ટેશનની નજીક એમ સમજીએ છીએ આવો જ અર્થ પ્રાપ્ત થાય તે લક્ષ્યાર્થ કહેવામાં આવે છે.
3. વ્યંજના
વક્તા જે કાંઈ બોલે છે ત્યારે આમ કહેવા પાછળ વક્તા નો કોઈ આશય હોય છે જેને વ્યંગ્યાથૅ રૂપે પ્રાપ્ત થતા વ્યંજના શક્તિ અને વ્યંજક શબ્દ કહેવાય છે.
6. ઔચિંત્ય સંપ્રદાય ક્ષેમેન્દ્ર આચાર્ય
આચાર્ય ક્ષેમેન્દ્ર આ સંપ્રદાયના પુરસ્કર્તા છે. અને તેમને ઔચિંત્યનો વિચાર ચર્ચા નામનું પુસ્તક લખ્યું છે. તેઓ કહે છે કે કાવ્ય સૌંદર્ય નુ રહસ્ય શું છે તેનો ઉત્તર આપતા ક્ષેમેન્દ્ર કહે છે કે, કાવ્યની સુંદરતા નુ રહસ્ય ઔચિંત્યનો ત્યાગ કરવો એ જ કવીકમૅ નથી પણ પોતાની કૃતિમાં ઔચિંત્યની માવજત કરવી એ કવિકમૅ અને કવિધર્મ છે.
કાવ્યને ચિરંજીવી કે અમર બનાવવું હોય તો કાવ્યમાં ઔચિંત્ય હોવુ જોઈએ ઔચિંત્ય પૂણૅ રસ, અલંકાર, ધ્વનિ વગેરે તમામનો સમન્વય કાવ્યમાં હોવો જોઈએ. ક્ષેમેન્દ્ર કહે છે કે જેમ પગનુ ઝાંઝર ગળામાં ધારણ ન કરી શકાય કે ગળાનો હાર કટીમેખલા તરીકે વાપરી ન શકાય તેમ દરેક વસ્તુનો ઔચિંત્ય પૂણૅ જ પ્રયોગ થવો જોઈએ. આમ, આચાર્ય ક્ષેમેન્દ્ર સમન્વયકારી આચાર્ય તરીકે જોવા મળે છે.
સંસ્કૃત સાહિત્યશાસ્ત્રીઓએ કાવ્યના અનેક વિષયોની ચર્ચા કરી છે.